Breaking News

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે ૨૫માં સમૂહ લગ્નોત્સવમાં ૧૦ યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા.

                                                   શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ આયોજિત  ૨૫માં  સમુહ લગ્ન સફળતાના સૂર્યોદય સાથે સંપ્પન.      

તા.૭-૦૫-૨૦૨૩ ને રવિવારના રોજ સુરખાઇ ખાતે શ્રી જ્ઞાનકિરણ ધોડિયાજ્ઞાતિ મંડળ દ્રારા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. મંડળે શૈક્ષણિક ક્ષેત્રે,બેરોજગારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પોતાનું યોગદાન અપૅણ કરી સમાજ માટે દીવાદાંડીબની રહેલ છે. છેલ્લા ૪ વષૅથી કોરોના કાળમાં બંધ થયેલ પ્રવૃત્તીને વેગ આપવા સાથે સમાજમાં નવચેતન પ્રસરાવવા ૨૫માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગમાં સમાજની વસ્તી ધરાવતા ૬ તાલુકાના ૧૦ નવદંપતિઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ગાયત્રી પરિવારનાં આચાયૅશ્રી મહેન્દ્રભાઇ દેસાઇ દ્વારા શાસ્ત્રોકત વિધિથી પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો. 

કડોદરાના પી.આઇ શ્રી રાકેશભાઇ પટેલ તેમજ તેમના ધમૅપત્ની શ્રીમતી પ્રિતીબહેન દ્રારા કળશપુજન ની વિધિથી શુભારંભ કરવામાં આવેલ હતો. સાથે જ મંડળના વરિષ્ઠ સભ્ય શ્રી શાંતુભાઇ તેમજ તેમના ધમૅપત્ની ગંગાબહેન દ્રારા ગણેશપૂજનની વિધિ કરવામાં આવેલ હતી.


મંડળમાં સમાજનાં અગ્રણીઓએ હાજર રહી સમાજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી. સમાજનાં ગણદેવી વિભાગનાં ધારાસભ્ય શ્રી નરેશભાઇ એ ઉપસ્થિત રહી આર્શીવાદ પાઠવ્યા હતા. સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડૉ. પ્રદિપભાઇ ગરાસિયા, એન્જિ.એસોશિયેશન ઓફ ધોડિયા સમાજનાં માજી પ્રમુખશ્રી એ.કે. પટેલ સાહેબ, વસુધરા ડેરીના ચેરમેન શ્રી ગમનભાઇ, સામાજિક અગ્રણી કલ્યાણજી કાકા, શ્રી ચુનીભાઇ તેમજ સામાજિક અગ્રણી શ્રી જેસીંગભાઇ, શ્રીમતી ગંગાબહેન મુંબઇ, ઉધોગપતિ શ્રી ચંપકભાઇ વાપી, શ્રી બિપીનભાઇ સુરત ઉપસ્થિત રહયા હતા. સમાજનાં દાન દાતાઓ તરફથી ખુબજ ઉમળકાભેર દરેક દંપતિઓને ૫૧ જેટલી ભેટ અપૅણ કરવામાં આવી હતી. સાથે જ આયોજિત ભોજન સમારંભમાં ખુબ જ શિસ્તબધ્ધ રીતે આયોજન કરવામાં આવ્યું હતુ.

મંડળના બધા જ કારોબારી સભ્યોએ આ પ્રસંગને કૌટુંબિક પ્રસંગ બનાવીને માણ્યો હતો. નવદંપતિઓએ સમાજને એક નવો રાહ આપ્યો હતો અને સમાજને સમૂહલગ્નનાં પ્રસંગમાં જોડાવા આહવાન કર્યું હતુ.

મંડળના હોદ્દેદારો

કન્યાદાન સ્વરૂપે આપવામાં આવેલ ચીજવસ્તુઓ




No comments