વાંસદાની આદિવાસી યુવા પર્વતારોહી કાજલ માહલા હિમાલયની શિખરે.
વાંસદાની આદિવાસી યુવા પર્વતારોહી કાજલ માહલા હિમાલયની શિખરે.
સ્વામી વિવેકાનંદ માઉન્ટેરીંગ સંસ્થાને સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલય ટ્રેકીંગમાં માઉન્ટ ફેન્ડશીપ પીક હાઈટ સુધી પહોંચાડયા હતાં.
વાંસદા પ્લેયર ક્રિકેટ એસોસિએશન અંતર્ગત યશ એડવેન્ચર અને પર્વતારોહણ તોરણીયા ડુંગર ગોધાબારી-સરા વાંસદા તાલુકાના યુવાધન બેઝિક, એડવાન્સ, કોચિંગ અને સફળ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામગીરી કરી છે, વાંસદાની કાજલ માહલાએ હિમાલય પરિભ્રમણમાં સફળતા પ્રાપ્ત કરી હિમાલયની ચોટી પર તિરંગો લહેરાવ્યો હતો.
સ્વામી વિવેકાનંદ માઉન્ટેરિંગ સંસ્થાનથી સિલેક્ટેડ પર્વતારોહીઓને હિમાલયા ટ્રેકિંગમાં માઉન્ટ ફ્રેન્ડશીપ પીક હાઈટ (૫૨૮૭) મીટરે તિરંગો લહેરાવ્યો હતો, ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેરિંગ પહલગામ (જમ્મુ અને કાશ્મીર) ખાતે બેઝિક માઉન્ટેરિંગ કોર્સ તારીખ ૨૮ જુનથી ૨૧જુલાઈ ૨૦૨૨ કાર્યરત હતો. એમાં રોક કલાઈમ્બિંગ અને સ્ટ્રીમ ક્રોસિંગ, આઈસ સાથે કઠોર પરિક્ષણ, ટેસ્ટ ઇન્ડોરન્સ ટેસ્ટ, સાત કિલોમીટર હિલ રનિંગ જેમાં કાજલ માહલા પહેલા ક્રમે રહી હતી.
ત્યારબાદ હિમાલયન માઉન્ટેન્યરીંગ ઈન્સ્ટિટ્યૂટ (દાર્જિલિંગ) ખાતે એડવાન્સ માઉન્ટ કોર્સ તારીખ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર કાર્યરત રહ્યો હતો. રોક ક્લાઈમિંગ, ક્રેવાસ રેસકયુ, લેડર લોન્ચિંગ, લેડર ક્રોસિંગ, આઈસ ક્લાઈમ્બિંગ, લોર્ડ ફેરી, એક્સપિટિશન પ્લાનિંગ જેવી એકટીવીટી કરાવામાં આવી હતી. HMI ઇન્સ્ટિટયૂટ બે બેઝ કેમ્પ 15,500 ફુટ પર હતું અને એડવાન્સ બેઝ કેમ્પ 16,200 ફુટ પર હતો. હાઈટ ગેન 17,500 ફુટ (કાબરુ ડોમ કેમ્પ ૧) પર હતુ. હાલમાં કાજલ મહલા એક સફળ હિમાલય ટ્રેકર તરીકે સફળતા પ્રાપ્ત કરી છે. વિશેષમાં ડૉ. વિજય પટેલ (SOS) યશ એડવેન્ચર અને પર્વતારોહણ વાંસદા જણાવે છે કે, અહીંયાના યુવા પર્વતારોહી નવ યુવાનોમાં પ્રેરણાદાયી છે, જે બદલ તમામ ટીમ મિત્રો અને તજજ્ઞો દ્વારા અભિનંદન પાઠવ્યા છે.
No comments