Breaking News

ચીખલીના સુરખાઈ ગામે ધોડિયા સમાજના તબીબોનું સ્નેહમિલન યોજાયું.

           

ચીખલીના સુરખાઈ ગામે ધોડિયા સમાજના તબીબોનું સ્નેહમિલન યોજાયું.

ચીખલી તાલુકાના સુરખાઈ ગામે સમાજવાડીમાં રવિવારે ધોડિયા સમાજના તબીબોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુસ્તક વિમોચન સાથે સમાજના પ્રતિભાશાળી તબીબોનું સન્માન કરાયું હતું. સમાજની ભાતીગળ સંસ્કૃતિ જીવંત બની હતી. ૧૦૦૦ જેટલા ડોક્ટર પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. ધોડિયા સમાજના ડોક્ટર એસોસિયેશન દ્વારા પ્રતિ વર્ષ ડિસેમ્બરમા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો છે. પ્રકૃતિની પૂજા સાથે સ્નેહમિલનનો પ્રારંભ કરાયો હતો.


આ પ્રસંગે ધોડિયા જ્ઞાતિની પરંપરાગત સાંસ્કૃતિક વારસાની પ્રદર્શની પણ મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ડો. ગુલાબભાઈ પટેલ લિખિત જનરલ સર્જરી પુસ્તકનું વિમોચન કરાયું હતું. સિનિયર ડો.એ.જી.પટેલ (આહવા)ને ભાવનગર ખાતે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થતા સન્માન કરાયું હતું. ડો. કલ્યાણજીભાઈ પટેલ, ડો. પ્રદીપભાઈ, સિકલસેલ સ્પેશિયાલિસ્ટ ડો. જ્યોતિષ પટેલ, સર્પદંસ સ્પેશિયાલિસ્ટ ડો. ડી.સી.પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 


ડો. પ્રદીપભાઈ દ્વારા આદિવાસી બાળકોને જે ભણવામાં સહાય આપવામાં આવી હતી તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. અને સમાજને સૌને એકત્રિત થઈ રહેવા અપીલ કરી હતી. સાથે જ ડોક્ટર એસોસિયેશનના સેક્રેટરી ડો. લોચન શાસ્ત્રીએ કોરોનાકાળના અનાથ બાળકોને શોધી એમને મદદ કરવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે સૌએ ધોડિયા જ્ઞાતિનું તૂર નૃત્ય માણ્યું હતું.



No comments